પાંગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગરું

નપુંસક લિંગ

 • 1

  પારણાને કે ખોઇયાને અધ્ધર ઝીલી રાખનાર દોરી.

 • 2

  ત્રાજવાની સેર.

 • 3

  ગોફણની બે બાજુની દોરી.

 • 4

  સુકાન તરફનો વહાણનો છેડો.

મૂળ

सं. प्रग्रह, प्रा. पग्गह; સર૰ म. पांगड, पाग

પાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાગર

સ્ત્રીલિંગ

 • 1

  પવન પડી જવાથી હોડીને દોરડા વડે ખેંચવી તે.

 • 2

  હોડી ખેંચવાનું દોરડું.

 • 3

  તે બાંધવાનો સુકાન પાસેનો ખીલો-અંકોડો.

મૂળ

સર૰ म. पाग