પાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઇચ્છવું; ધારવું.

 • 2

  ધરવું; પકડવું.

પાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પરિપક્વ થવું. જેમ કે, અનાજ, ફળ ઇ૰.

 • 2

  ઉત્પન્ન થવું; નીપજવું. જેમ કે, બાજરી ઓણ કેટલી પાકી?.

 • 3

  (શરીરમાં) અંદર પરુ પેદા થવું.

 • 4

  ધોળું થઈ જવું (વાળનું).

 • 5

  લાક્ષણિક નીવડવું. જેમ કે, છોકરો સારો પાક્યો.

 • 6

  પાકી ગયું હોય તેમ (શરીર કે તેનું કોઈ અંગ) દુખવું જેમ કે, થાકથી.

 • 7

  ઠરાવેલો વખત આવવો; મુદત થવી (હૂંડી).

 • 8

  (સોગઠીનું) ઘરમાં જવું.

 • 9

  લાભ થવો; રંધાવું; ફળવું; મળવું જેમ કે, આજનો દિવસ પાક્યો; રોજના ૧૦૦ એને પાકે છે, તેમાં તારું શું પાક્યું?.

મૂળ

सं. पक्व, प्रा. पक्क કે सं. पाक ઉપરથી , સર૰ म. पाकणें