પાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટ

પુંલિંગ

 • 1

  મોટું તામ્રપત્ર.

 • 2

  બાજઠ; મોટો પાટલો.

 • 3

  આખું થાન; તાકો.

 • 4

  જમીનનો લાંબો પટ.

 • 5

  બે થી વધારે નંગનો સામટો વણાટ.

 • 6

  પગ દઈને ચાલવા માટે માન ખાતર વાટમાં પાથરવામાં આવતાં કપડાં.

 • 7

  ધેણને પહેરવાનો ફાળ.

સ્ત્રીલિંગ

 • 1

  બહુ માણસ બેસી શકે તેવી પાટિયાંની એક ઊંચી બેઠક (ટ,).

 • 2

  ઢોરને પાણી પાવાની નાની તળાવડી.

 • 3

  લાંબો લંબચોરસ કકડો; લાટો.

નપુંસક લિંગ

 • 1

  રાજગાદી.

 • 2

  ગડિયો બોલી જવો તે.

 • 3

  વામમાર્ગમાં એક ધર્મક્રિયા.

પાટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટુ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  લાત.

મૂળ

दे. पट्टुया