પાટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાટિયું

નપુંસક લિંગ

 • 1

  લાકડાને કે પથ્થરને વહેરીને પાડેલાં પાતળાં પડમાંનું એક.

 • 2

  લખવા માટે કરેલું કાળું પાટિયું (નિશાળમાં).

 • 3

  છાતીની પેટી પરનાં હાડકામાંનું એક.

 • 4

  વાસણ.

 • 5

  પાણીમાં રહેતું વહાણના સુકાનનું પાટિયું.

 • 6

  રેલવે સ્ટેશન-નામના પાટિયા પૂરતું રખાય તે; કામચલાઉ સ્ટેશન.

 • 7

  (મકાન, દુકાન, માણસ ઇ૰ના) નામનું પાટિયું.

મૂળ

'પાટ' પરથી