પાધરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાધરું

વિશેષણ

 • 1

  આડુંઅવળું નહિ પણ સીધું; અનુકૂલ.

 • 2

  સીધે માર્ગે જનારું; પાંસરું.

મૂળ

दे. पद्धर

અવ્યય

 • 1

  બારોબાર.

 • 2

  વગર વિલંબે; તરત.

પાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાધર

વિશેષણ

 • 1

  વસ્તી કે વનસ્પતિ વિનાનું; સપાટ; ઉજ્જડ.

 • 2

  ખુલ્લું, મેદાન જેવું.

મૂળ

दे. पद्धर

પાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાધર

પુંલિંગ

 • 1

  ગામ બહારનો રસ્તો; સીધો સપાટ ખુલ્લો રાજમાર્ગ.