પ્રશિષ્ટતાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રશિષ્ટતાવાદ

પુંલિંગ

  • 1

    સૌષ્ઠવવાદ; ગ્રીસ અને રોમની પ્રશિષ્ટ કૃતિઓનાં ગુણતત્ત્વોને આધારે અને એવી કૃતિઓની સર્જનપરંપરાને અનુસરીને ઉદ્ભવેલો વાદ.

  • 2

    રોમૅન્ટિસિઝમ કે કૌતુકવાદની સામેનો વાદ જેમાં સંયમ, સ્વરૂપ, ગૌરવ, ભવ્યતા, વ્યવસ્થા, શુદ્ધિ જેવા ગુણધર્મો ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવે છે; 'ક્લાસિસિઝમ'.