બંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંઠ

વિશેષણ

 • 1

  બૂઠું.

 • 2

  અક્કલ વગરનુ.

મૂળ

સર૰ म. बठ्ठ, प्रा. बठर

બૂંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂંઠ

વિશેષણ

 • 1

  મૂર્ખ; જડ.

મૂળ

જુઓ બૂઠું

બૂઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂઠું

વિશેષણ

 • 1

  બુઠ્ઠું; ધાર વગરનું.

 • 2

  લાક્ષણિક જાડી બુદ્ધિનું.

 • 3

  લાગણી વગરનું.

બેઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠું

વિશેષણ

 • 1

  'બેસવું'નું ભૂતકાળ.

 • 2

  સૂતેલું નહિ, બેઠેલું.

 • 3

  નીચું (ઘાટમાં).

 • 4

  લાક્ષણિક ધાંધલિયા દેખાવ વિના શાંતિથી-સ્થિર ગતિથી કે ઠંડે પેટે કે શાંત ગણતરીભેર થતું; પાકું; સ્થિર કે નક્કી હોય એવું. જેમ કે, બેઠી કમાણી, બેઠી આવક, બેઠી મશ્કરી, બેઠું કામ; બેઠો બળવો.