બેઠક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠક

સ્ત્રીલિંગ

 • 1

  બેસવું તે.

 • 2

  બેસવાની જગા; આસન.

 • 3

  બેસવા ઊઠવાનો ઓરડો.

 • 4

  ઘણા જણનું એકઠા થઈ બેસવું તે કે તેનું સ્થાન કે સ્થાનક (જેમ કે, મહાપ્રભુજીની બેઠક).

 • 5

  બેસણી.

 • 6

  એક કસરત.

 • 7

  વ્યવસ્થિત સભા કે મંડળનું અધિવેશન ભરાવું તે; 'સેશન'.

મૂળ

બેસવું ઉપરથી; अप. बइट्ठ, दे. बिट्ठ (બેઠેલું) (सं. उपविष्ट; प्रा. उवइट्ठ)