બેઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠી

સ્ત્રીલિંગ

 • 1

  બેઠી મશ્કરી કે મજાક.

 • 2

  'બેસવું'નું ભૂતકાળ.

મૂળ

'બેઠું' ઉપરથી

બેઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠી

વિશેષણ

 • 1

  'બેસવું'નું ભૂતકાળ.

 • 2

  સૂતેલું નહિ, બેઠેલું.

 • 3

  નીચું (ઘાટમાં).

 • 4

  લાક્ષણિક ધાંધલિયા દેખાવ વિના શાંતિથી-સ્થિર ગતિથી કે ઠંડે પેટે કે શાંત ગણતરીભેર થતું; પાકું; સ્થિર કે નક્કી હોય એવું જેમ કે, બેઠી કમાણી, બેઠી આવક, બેઠી મશ્કરી, બેઠું કામ; બેઠો બળવો.