બંધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધુ

પુંલિંગ

 • 1

  ભાઈ.

 • 2

  સગો.

મૂળ

सं.

બંધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધે

વિશેષણ

 • 1

  બેઉ જણ.

બધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બધું

વિશેષણ

 • 1

  સઘળું; સર્વ.

બધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બધે

અવ્યય

 • 1

  સઘળે ઠેકાણે; સર્વત્ર.

બુધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુધ

વિશેષણ

 • 1

  ડાહ્યું; વિદ્વાન.

મૂળ

सं.

બુધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુધ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીક આવેલો એક ગ્રહ; 'મર્ક્યુરી'.

 • 2

  બુધવાર.

 • 3

  વિદ્વાન; ડાહ્યો માણસ.

બૂંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂંધું

નપુંસક લિંગ

 • 1

  તળિયું.

મૂળ

જુઓ બૂધું

બૂધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂધ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો બુદ્ધિ; સમજ.

મૂળ

सं. बुद्धि

બૂધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂધું

નપુંસક લિંગ

 • 1

  જાડો ડંગોરો.

 • 2

  તળિયું (વાસણને આંચથી પડે છે તે કે તેની બેઠક).

 • 3

  મહુડાનો મોર (ચ.).

બંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધ

પુંલિંગ

 • 1

  બાંધવું તે કે તેનું સાધન.

 • 2

  તેની ગાંઠ-પકડ.

 • 3

  બંધન; કેદ.

 • 4

  રચના; ગૂંથણી.

 • 5

  પાળ.

 • 6

  યોગ
  મુદ્રા.

 • 7

  પ્રતિબંધ; અટકાવ.

મૂળ

सं.

બંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધ

વિશેષણ

 • 1

  વાસેલું; ઉઘાડું નહિ તેવું.

 • 2

  અટકેલું; ચાલુ નહિ તેવું.

 • 3

  નામને અંતે સમાસમાં તે 'ભેર', 'સાથે', 'સહિત', 'વાળું', '-પ્રમાણે, ક્રમથી' એવા અર્થમાં. ઉદા૰ થોલબંધ; થોકબંધ; ઝપાટાબંધ; હથિયારબંધ.

મૂળ

સર૰ हिं. बंद