બાઈ બાઈ ચાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઈ બાઈ ચાળણી

સ્ત્રીલિંગ

  • 1

    રમનાર ખેલાડીઓ પોતાની જગ્યાએ કૂંડાળૂં કરી તેમાં ઊભા રહે, દાવ આપનાર દરેક પાસે જઈ હાથ લંબાવી 'બાઈ બાઈ ચાળણી' એમ બોલે, જવાબમાં ખેલાડી એ તરફ જશે, આ દરમિયાન બધા ખેલાડીઓ પોતાની જગ્યાએ મરજી મુજબ બદલી નાંખે, એ વખતે દાવ આપનાર કોઈ ખાલી પડેલી જગ્યાએ પેસી જાય, તો જે જગ્યા વગરનો રહે એને માથે દાવ આવે એવી સમૂહમાં રમાતી એક રમત.

  • 2

    ચલક ચલાણું.