બાંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંટ

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીઓને પહેરવાનું એક જાતનું રેશમી વસ્ત્ર.

 • 2

  બાટ; કાટલાંનો સટ.

 • 3

  કાંટા; ખૂંપરા.

પુંલિંગ

 • 1

  એક મીઠી વાની; બાટ.

  જુઓ બાટ

 • 2

  એક વનસ્પતિ (ખેતરમાં નકામી ઊગે છે).

બાંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંટું

વિશેષણ

 • 1

  બરાબર ન વધેલું; કણસલાં બંધાયેલ નહિ તેવું.

મૂળ

જુઓ બાંઠ; સર૰ म. बांड

બાંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંટું

નપુંસક લિંગ

 • 1

  થોડા વરસાદને લીધે તેવો રહેલો જુવારબાજરીનો છોડ.

બાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાટ

પુંલિંગ

 • 1

  બાફેલો લોટ; કંસાર.

મૂળ

सं. पिष्ट?

બાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાટ

નપુંસક લિંગ

 • 1

  કાટલાનો સટ; બાંટ.

બાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાટું

નપુંસક લિંગ

 • 1

  નીઘલ્યા વિનાનો જાર-બાજરીનો સાંઠો.

મૂળ

જુઓ બાંટું; સર૰ म. बाटुक