બાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાણ

નપુંસક લિંગ

 • 1

  તીર.

 • 2

  એક આતશબાજી.

 • 3

  લંબગોળ પથ્થર (શિવલિંગ).

 • 4

  જ્યાં ભરતીનું પાણી આવતું હોય તે ખાડીની જમીન.

 • 5

  ખેતરની હદ બતાવવા દાટેલો પથ્થર કે બીજી વસ્તુ.

 • 6

  પગલું.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  બાણાસુર.

 • 2

  એક સંસ્કૃત લેખક-બાણભટ્ટ.

બાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાણુ

વિશેષણ

 • 1

  નેવુ વત્તા બે.

મૂળ

सं. द्वानवति, प्रा. बाणउइ

બાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાણુ

પુંલિંગ

 • 1

  બાણુનો આંકડો કે સંખ્યા; '૯૨ '.