બાંધવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધવ

પુંલિંગ

 • 1

  ભાઈ.

 • 2

  સગો.

મૂળ

सं.

બાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બંધ વડે કોઈ વસ્તુને જકડવી, જેમ કે, હાથપગ બાંધવા.

 • 2

  કોઈ વસ્તુ પર (તેને લપેટીને કે અંદર લઈ લઈને) બંધ લગાવવો જેમ કે, પડીકા પર દોરી બાંધો; પોટલી બાંધવી.

 • 3

  કાયદો, નિયમ, વચન, શરત ઇ૰ની મર્યાદામાં-બંધનમાં મૂકવું; તેની હદમાં રાખવું-આંતરવું; અંકુશમાં લેવું.

 • 4

  બનાવવું; રચવું. (જેમ કે, ઘર, દિવાલ, પુલ, પાઘડી, ફેંટો ઇ૰).

 • 5

  કોઈ પાયા કે આધાર ઉપર કલ્પના, તર્ક કે આશા રચવી જેમ કે, તર્ક બાંધવો, આશા બાંધવી.

 • 6

  નક્કી કરવું; ઠરાવવું; જેમ કે, એમને ત્યાં મહિનાનું કામ બાંધ્યું છે; વાર બાંધવા.

 • 7

  સાથે લઈ જવા એકઠું કરવું જેમ કે, સૌ પોતપોતાનાં પાપપુણ્ય બાંધશે.

મૂળ

सं. बन्ध्

બાધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાધવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લડવું.

મૂળ

જુઓ બાઝવું