ભઠ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભઠ્ઠી

સ્ત્રીલિંગ

 • 1

  નીચેથી આંચ કે પવન દઈ શકાય એવો થાપી કરી કરેલો ચૂલો (જેમ કે, ભાડભૂંજાની, હલવાઈની, લુહારની, ધોબીની).

 • 2

  ચૂનો ઈંટ જેવું પકવવાની રચના.

 • 3

  દારૂ ગાળવાનું ફડ.

 • 4

  લાક્ષણિક ભઠ્ઠી પર રાખેલું વાસણ ને તેમાંની વસ્તુ (જેમ કે, વૈદની, ધાતુ વગેરે મારવા માટે) (ભઠ્ઠી કરવી, ભઠ્ઠી ચડાવવી, ભઠ્ઠી ઉતારવી, ભઠ્ઠીમાં નાખવું).

મૂળ

प्रा. भट्ठ (सं. भ्रस्ज्); સર૰ हिं. भट्ठी; म. भट्ठी