ભડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડ

વિશેષણ

 • 1

  બળવાન; બહાદુર; શૂરવીર.

 • 2

  સમૃદ્ધિવાન.

પુંલિંગ

 • 1

  યોદ્ધો.

 • 2

  શ્રીમંત.

સ્ત્રીલિંગ

 • 1

  ['ભીડવું' પરથી?] ભૈડ.

 • 2

  કોશની વરતની ખીલી.

નપુંસક લિંગ

 • 1

  કૂવામાંથી પાણી ખેંચવાની સવડનું ચણતર કે લાકડું.

 • 2

  લાક્ષણિક ભોપાળું.

 • 3

  સુકાઈ ગયેલી જમીનની ફાટ; ભઠોરું.

અવ્યય

 • 1

  રવાનુકારી ભેડ; મારવાનો અવાજ (ભડ દઈને).

ભડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડું

નપુંસક લિંગ

 • 1

  ઘરની આગલી દીવાલ.

 • 2

  પડદા તરીકે કરાતી પાતળી દીવાલ.

મૂળ

प्रा. भित्तग (सं. भित्तक)

ભુંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુંડ

નપુંસક લિંગ

 • 1

  ભૂંડ; ડુક્કર; સૂવર.

 • 2

  કઠોળમાં પડતી એક જીવાત; ભોટવું.

મૂળ

दे.

ભૂંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંડ

નપુંસક લિંગ

 • 1

  ડુક્કર; સૂવર.

 • 2

  કઠોળમાં પડતી એક જીવાત; ભોટવું.

મૂળ

दे. भुंड

ભૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંડું

વિશેષણ

 • 1

  ખરાબ.

 • 2

  દ્વેષી.

 • 3

  બીબત્સ.

મૂળ

સર૰ म., हिं. भुंडा

ભૈડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૈડ

સ્ત્રીલિંગ

 • 1

  કોસની વરત અને ઝૂંસરાના દોરડાને સાંધવાની લાકડાની મેખ (ચ.).

મૂળ

'ભીડવું' ઉપરથી

ભેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેડ

અવ્યય

 • 1

  મારવાનો અવાજ (ચ.).

મૂળ

રવાનુકારી

ભેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેડ

નપુંસક લિંગ

 • 1

  ઘેટું.

મૂળ

सं.