ભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખાલી હોય તેમાં મૂકવું, નાંખવું, રેડવું, લખવું વગેરે (જેમ કે, વાસણમાં પાણી, પાનામાં લખાણ, બંદૂકમાં દારૂ ઇ૰).

 • 2

  સંઘરવું (અનાજ).

 • 3

  ભરપાઈ કરવું. ઉદા૰ નુકસાની ભરવી.

 • 4

  ફળરૂપે મળવું, લણવું. ઉદા૰ કરશો તેવું ભરશો.

 • 5

  જમે કરાવવું કે માગતા પેટે આપવું (જેમ કે, ટોલ, વેરો, ભાડું, કર, નાણાં, વીમો ઇ૰).

 • 6

  ટીપ કે ફાળામાં આપવું-લખાવવું. ઉદા૰ પાંચ રૂપિયા ભર્યા.

 • 7

  મેળવવું-એકઠું કરવું-ભેગું કરવું (સભા મિજલસ,પ્રદર્શન, બજાર, પરિષદ, ઠઠ ઇ૰).

 • 8

  ગૂંથવું. ઉદા૰ માથા ઉપર વાડી ભરવી ખાટલાની પાટી ભરવી.

 • 9

  ભરતકામ કરવું.

 • 10

  માપવું (માપિયા કે પટી વગેરેથી).

 • 11

  પૂરવું; ચોપડવું. ઉદા૰ ચિત્રમાં રંગ ભર્યા.

 • 12

  પૂર્ણ સમૃદ્ધ-છતવાળું કરવું. ઉદા૰ બાપનું ઘર ભરે છે.

 • 13

  લાદવું; ગોઠવવું ઉદા૰ ભાર ભરવો; સામાન ભરવો.

 • 14

  ખાલી પદ કે નોકરી ઉપર સ્થાપવું; નીમવું. ઉદા૰ જગાઓ ભરવી.

 • 15

  ભરતર કરવું, જેમ કે, છજું, ઢાળો ઇ૰; 'કાસ્ટ'.

 • 16

  જુદા જુદા શબ્દો સાથે વપરાઈને જુદા જુદા અર્થ થાય છે; તે તે શબ્દોમાં જુઓ જેમ કે, આંખ ભરવી=આંસુ આણવાં; ડગલું ભરવું=પગલું માંડવું; આગળ ચાલવું દોરો ભરવો=સાંધવું; સીવવું. પાણી ભરવું=ઘરમાં વાપરવાનું પાણી લાવવું. પેટ ભરવું=આજીવિકા કરવી=બચકું ભરવું કરડવું; દાંત બેસાડવા. મોં ભરવું= લાંચ આપવી દિવસ ભરવા=રોજીએ કામ કરવું.

મૂળ

प्रा. भर (सं. भृ)

ભેરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેરવ

વિશેષણ

 • 1

  ભેરવ સંબંધી.

 • 2

  ભયંકર.

મૂળ

प्रा. भेरव (सं. भैरव)

ભેરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેરવ

પુંલિંગ

 • 1

  શિવનું એક સ્વરૂપ.

 • 2

  ચીબડી પક્ષી.

 • 3

  એક રાગ.

ભૈરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૈરવ

વિશેષણ

 • 1

  ભેરવ; ભેરવ સંબંધી.

 • 2

  ભયંકર.

મૂળ

सं.

ભૈરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૈરવ

પુંલિંગ

 • 1

  ભેરવ; ભેરવ સંબંધી.

 • 2

  ભયંકર.

 • 3

  શિવનું એક સ્વરૂપ.

 • 4

  ચીબડી પક્ષી.

 • 5

  એક રાગ.