ભળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ભેગું મળી જવું.

 • 2

  અમુકના જેવા હોવું; મળતું આવવું.

 • 3

  [?] છોળવું; ધાવણ ઓકવું (બાળકે).

મૂળ

જુઓ ભેળવવું; (प्रा. भेल, सं. भेलय्)

ભેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સામેલ રાખવું.

 • 2

  મેળવવું; મિશ્રિત કરવું.

 • 3

  ભેળવવું.