ભાંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કકડા થવા; તૂટવું; ભાગવું.

મૂળ

सं. भङग પરથી

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભાગવું; કકડા કરવા; તોડવું.

 • 2

  કાઠિયાવાડી (ગામને) લૂંટી-બાળી પાયમાલ કરવું.

ભાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  તૂટવું; કકડા થવા; નાશ પામવું.

 • 2

  દૂર થવું; મટવું (જેમ કે, ભો, ભૂખતરસ, જરૂર ઇ૰).

 • 3

  દેવાળું કાઢવું (જેમ કે,પેઢી ભાગી).

 • 4

  નાસવું.

ભાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કકડા કરવા; તોડવું.

 • 2

  લૂંટીને પાયમાલ કરવું (જેમ કે ગામ).

 • 3

  અદા ન કરવું; પાછું ન વાળવું (જેમ કે ઋણ, વ્યાજ).

 • 4

  દૂર કરવું; મટાડવું (જેમ કે ભો, ભૂખ, જરૂર ઇ૰).

 • 5

  ગણિતશાસ્ત્ર​
  ભાગ કરવા; ભાગાકાર કરવો.

 • 6

  વણવું (દોરડું).