ભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભર

વિશેષણ

 • 1

  નામને અંતે લાગતાં. 'તેના જેટલું, તે બધું-આખું' એવો અર્થ થાય છે. ઉદા૰ ક્ષણભર, દિવસભર.

 • 2

  બરોબર જામેલું; ભરપૂર; પરિપૂર્ણ. ઉદા૰ ભર જુવાની; ભર ઊંઘ.

મૂળ

सं. भृ; प्रा. भर ઉપરથી

ભૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરું

વિશેષણ

 • 1

  આસમાની રંગનું.

 • 2

  ગોરું.

મૂળ

સર૰ हिं., (सं. बभ्रु?)म. भुरा

ભેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેર

સ્ત્રીલિંગ

 • 1

  મદદ; વહાર.

 • 2

  ભેરી.

ભેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેરુ

પુંલિંગ

 • 1

  સાથી; ગોઠિયો; દોસ્ત.

 • 2

  (રમતનો) ભિલ્લુ.

મૂળ

જુઓ ભીરું; સર૰ म. भिडू

ભ્રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રૂ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  ભવું; ભમ્મર.

ભૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂર

વિશેષણ

 • 1

  મૂર્ખ.

 • 2

  લુચ્ચું.

 • 3

  સુરતી નામશેષ.

ભૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂર

વિશેષણ

 • 1

  ઘણું; વધારે.

મૂળ

જુઓ ભૂરિ; हिं. भूर