મરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  મરણ પામવું; નાશ પામવું.

 • 2

  ખુવાર થવું; હાનિ ભોગવવી; પીડાવું.

 • 3

  (ધાતુની) ભસ્મ થવી.

 • 4

  (પ્રવાહી કે ફળનું દૂધ) અંદર ઊતરી કે શોષાઈ કે સમાઈ જવું.

 • 5

  ટળવું; દૂર ખસવું કે જવું (તુચ્છકારમાં).

 • 6

  આવવું; પાસે જવું (તુચ્છકારમાં) જેમ કે, અહીં મરવા દો.

 • 7

  ઠેકાણેથી ઊડી જવું. ઉદા૰ સોગટી મરી ગઈ.

 • 8

  અન્ય ક્રિયાપદ સાથે 'થાકી જવું' એવા અર્થમાં વપરાય છે. ઉદા૰ આખો દહાડો નાહક ચાલી મર્યા. અથવા ગુસ્સામાં 'કરી છૂટવું' એવા અર્થમાં વપરાય છે. ઉદા૰ બોલી મર! ભસી મર!.

મૂળ

प्रा. मर; सं. मृ