મલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મળવું.

 • 2

  મસળવું; દબાવવું.

મેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  છોડવું; તજવું; મુક્ત કરવું.

 • 2

  [અમુક સ્થાને] નીમવું, સ્થાપવું કે ગોઠવવું; મેલવું.

 • 3

  પહેરવું; ઘાલવું (ટોપી, પાઘડી).

 • 4

  રંધાવા-ચડવા માટે ચૂલા ઉપર મેલવું (ખીચડી, શાક, ભાત).

 • 5

  (વ્યાજે કે ગીરો) રાખવા અથવા સાચવવા સોંપવું. ઉદા૰ તેને ત્યાં સો રૂપિયા મૂક્યા છે.

 • 6

  શીખવા મોકલવા માંડવું ઉદા૰ શરાફની દુકાને-નિશાળે-મૂક્યો.

 • 7

  બાકી રાખવું, છોડવું ઉદા૰ ચાર લીટી મૂકી દીધી.

 • 8

  -ને જુમ્મે નાખવું-રાખવું.

 • 9

  જોરથી-મોટે સાદે કાઢવું (પોક, રાડ ઇ૰).

 • 10

  અન્ય ક્રિયા સાથે આવતાં તે ક્રિયાની પૂર્ણતા સૂચવે છે. ઉદા૰ ભગાડી મૂકવું.

 • 11

  મોકલવું.

મૂળ

प्रा. मिल्ल (सं. मुच्)