માંકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંકડી

સ્ત્રીલિંગ

 • 1

  માંકડાની માદા.

 • 2

  ઘંટીના ઉપલા પડમાં બેસાડેલો લાકડાનો કકડો.

 • 3

  રવૈયાનો તે ભાગ, જે વડે ગોળી ઉપર તે ચપસીને બંધાય છે.

 • 4

  ઢોર બાંધવાના દોરડાના ગાળામાંની મોઈ.

 • 5

  હળ ઉપર ચોડેલું મોઈના આકારનું લાકડું, જેના પર ખેડૂત ખેડતી વખતે ભાર મૂકે છે.

 • 6

  ભૂરી ભેંસ.

 • 7

  માંકડીકૂકડી.

 • 8

  ચામડીનો એક રોગ.

 • 9

  ઘોડીની એક જાત.

મૂળ

प्रा. मक्कडी (सं. मर्कटी)