માંડવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવ

પુંલિંગ

 • 1

  વરપક્ષને પહેરામણી આપવાનો છેલ્લો વિધિ.

મૂળ

प्रा. मंडव (सं. मंडप); સર૰ हिं., म.

સ્ત્રીલિંગ

 • 1

  નવરાત્રીની માંડવી.

માંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  શરૂ કરવું.

 • 2

  લખવું; નોંધવું.

 • 3

  ગોઠવવું-મૂકવું.

 • 4

  યોજવું; સ્થાપવું.

 • 5

  બીજી ક્રિયાની સહાયથી તે ક્રિયા કરવાનું શરૂ કરવું, તેમાં લાગવું, વળગવું એવો ભાવ બતાવે છે. ઉદા૰ લખવા માંડો.

 • 6

  ઘર માંડવું; પરણવું.