માપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માપ

નપુંસક લિંગ

 • 1

  લંબાઈ, પહોળાઈ, વજન વગેરેનું પ્રમાણ.

 • 2

  લાક્ષણિક પ્રતિષ્ઠા; ભાર.

 • 3

  હદ; ગજું.

મૂળ

दे. मप्प (सं. मा=માપવું)

માપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માપું

નપુંસક લિંગ

 • 1

  માપવાનું વાસણ કે સાધન.

મૂળ

'માપ', 'માપવું' ઉપરથી