મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રહાર કરવો; ઠોકવું.

 • 2

  ઠાર કરવું.

 • 3

  પાછું હઠાવવું; જેર કરવું (ધાડ).

 • 4

  ગુણધર્મનો નાશ કરવો (ચામડી, સાક્ષી).

 • 5

  લૂંટવું; હુમલો કરીને લઈ લેવું (ગામ, નફો, ખજાનો).

 • 6

  વીંઝવું; અફાળવું; નાખવું; ભરવું (હાથ, ફાકો, બાથોડિયાં).

 • 7

  અસર થાય તેમ પ્રયોગ કરવો (બોલ, ટોણો, આંખ, મૂઠ, ગપ્પું, તડાકો).

 • 8

  (પ્રહાર કરવા માટે) છોડવું; વાપરવું; ચલાવવું; (તીર, તરવાર, ભાલો).

 • 9

  ઝડપ ને જોરથી કોઈ ક્રિયા કરવી (ફાકો, વલખાં, ઝપાટો, હાથ).

 • 10

  રોકવું; દબાવવું; રોધવું (ભૂખ, મન).

 • 11

  લાક્ષણિક ધાતુની ભસ્મ કરવી.

 • 12

  તફડાવવું; ચોરવું.

 • 13

  લગાડવું; ચોડવું; ખોસવું (ડૂચો, ખીલો, થીંગડું, બૂચ, તાળું, લચકો).

 • 14

  જોરથી નાખવું; ફેંકવું; આપવું. ઉદા૰ માથામાં મારવું.

 • 15

  -ની અસર-ભાસ-વેદના દેખાવાં (જેમ કે, ફીકાશ, ચળકાટ, ઝાંખ, બાફ મારવાં).

 • 16

  પરાણે કે ઠગીને વળગાડવું. ઉદા૰ માથે મારવું.

 • 17

  અન્ય ક્રિયાપદ સાથે આવતા ઉતાવળ કે બેદરકારીનો ભાવ બતાવે. ઉદા૰ લખી મારવું.

મૂળ

सं. मारय्; સર૰ हिं. मारना; म. मारणें