ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  વર્ણમાળાનો એક મૂળાક્ષર; (ય, ર, લ, વ) ચાર અર્ધસ્વરોમાંનો બીજો.

મૂળ

सं.

રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂ

નપુંસક લિંગ

 • 1

  બી કાઢી લીધેલો કપાસ.

મૂળ

दे. रुअ; સર૰ म., हिं. रुई

રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂ

પુંલિંગ

 • 1

  મોં; ચહેરો.

 • 2

  કારણ.

રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રે

અવ્યય

 • 1

  એ! ઓ! (સંબોધનનો ઉદ્ગાર).

 • 2

  કવિતામાં પાદપૂર્તિ માટે નિરર્થક મુકાય છે.

મૂળ

सं.

રૈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૈ

પુંલિંગ

 • 1

  ધન; સંપત્તિ.

 • 2

  સોનું.

મૂળ

सं.