રંગદર્શિતાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગદર્શિતાવાદ

પુંલિંગ

  • 1

    રૉમૅન્ટિસિઝમ; ૧૮મી સદીના અંતભાગમાં જૂની સાહિત્યક પ્રણાલિકાઓના વિરોધમાં બુદ્ધિવાદના અતિરેકનો વિરોધ કરતાં ઉદ્ભવેલો ભાવનામયતા, રહસ્યમયતા, સ્વાયત્તતા, અંતઃપ્રેરણા તથા ભાવત્મકતા અને ભાવુકતા સુધી વિસ્તરતો અને ક્લાસિસિઝમ સામેનો વિચારવાદ. એમાં જે તે કલાકાર કે સર્જકની આંતરવ્યક્તિતાના મુક્ત ઉઘાડ માટે સવિશેષ અવકાશ હોય છે.