રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજ

વિશેષણ

 • 1

  થોડું; જરાક.

મૂળ

રજ=ધૂળનો કણ તેના જેટલું? કે 'જરા'નો વ્યત્યય?

સ્ત્રીલિંગ

 • 1

  અણુ; ધૂળનો કણ.

 • 2

  ધૂળ; કસ્તર.

 • 3

  સ્ત્રીનો માસિક અટકાવ; આર્તવ.

 • 4

  પુષ્પનો પરાગ.

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીનો માસિક અટકાવ; આર્તવ.

 • 2

  પુષ્પનો પરાગ.

રંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંજ

સ્ત્રીલિંગ

 • 1

  દુઃખ; ખેદ; દિલગીરી.

મૂળ

फा.

રજૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજૂ

વિશેષણ

 • 1

  નજર સામે રાખેલું; હાજર કરેલું.

મૂળ

अ. रुजूअ

રુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુજ

સ્ત્રીલિંગ

 • 1

  પીડા; રોગ.

મૂળ

सं.

રેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજ

અવ્યય

 • 1

  તાબે.

મૂળ

જુઓ જેર

રેજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજું

નપુંસક લિંગ

 • 1

  પાસાની રમતમાં એક એક દાણાનું જોડકું.

 • 2

  ફેંટાનું છોગું.

 • 3

  ભાલા ઉપરનો વાવટો.

મૂળ

फा. रेजह