રમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખેલવું.

 • 2

  આનંદ માનવો.

 • 3

  મનમાં કે યાદદાસ્ત પર સતત હોવું,-ત્યાંથી ન ખસવું કે ભુલાવું. જેમ કે, વાત રમ્યા કરવી, રમી રહેવી.

 • 4

  કામક્રીડા કરવી.

 • 5

  તમાશો-ખેલ કરવો(ભવૈયા).

 • 6

  દાવ ખેલવો (પાસા, પત્તાં).

 • 7

  લાડ કરવું.

 • 8

  નકામું રખડવું; રસળવું.

મૂળ

सं. रम्

રૂમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જોરથી ઘૂમવું (યુદ્ધમાં).

 • 2

  ભટકવું; ફરવું.

રૂમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હેરાન કરવું.