રૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
રૂસ
પુંલિંગ & પુંલિંગ
- 1
યુરોપએશિયામાં સળંગ ફેલાયેલો એક દેશ; 'રશિયા'.
મૂળ
फा.
રસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
રસ
પુંલિંગ
- 1
જીભથી માલૂમ પડતો સ્વાદ (ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો, તૂરો, એ છ).
- 2
શરીરની સાત ધાતુઓમાંથી પ્રથમ; અન્નનું પ્રથમ રૂપાંતર(જેમાંથી પછી માંસ, મેદ, વીર્ય વગેરે ધાતુ બને છે.).
- 3
કાવ્ય જોવા સાંભળવાથી સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં થતો અલૌકિક આનંદ (શૃંગાર, હાસ્ય, કરુણ,વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ, અને શાંત એ નવ પ્રકારનો).
- 4
પ્રીતિ; આનંદ.
- 5
વાસના.
- 6
મમત; સરસાઈ.
- 7
દ્રવ; પ્રવાહી.
- 8
વનસ્પતિ કે ફળનું પ્રવાહી.
- 9
સાર; સત્ત્વ.
- 10
સંબંધ; હિત; લાભ; નફો.
- 11
સોનું રૂપું વગેરે ધાતુને ઓગાળીને કરેલું પ્રવાહી.
- 12
પારો.
- 13
પારા, ધાતુઓ વગેરેની ભસ્મ.
મૂળ
सं.
રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
રેસ
વિશેષણ
- 1
જરા.
મૂળ
જુઓ રેશ
રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
રેસ
સ્ત્રીલિંગ
- 1
આનાનો પચીસમો ભાગ(માત્ર ગણવામાં).
- 2
ઘોડદોડની શરત; તેને લગતો જુગાર.