રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રક્ષવું; પાળવું; બચાવવું; સંભાળવું (બોલ, વચન, મોં, માન).

 • 2

  સંઘરવું.

 • 3

  સેવવું; પોષવું (ઉમેદ, ચિંતા, આશા).

 • 4

  ધારણ કરવું; બતાવવું (દયા, મહેરબાની, ભાવ, જોર).

 • 5

  બરાબર રહે તેમ કરવું; તેવી ચીવટ બતાવવી (અંકુશ, કાબૂ, દાબ, ધ્યાન, ચોકસાઈ, પગ, કબજો, હક).

 • 6

  હોવા દેવું; રહેવા દેવું (ઉદા૰ કાયમ રાખવું; બહાલ રાખવું; છૂટ રાખવી, ઢીલું રાખવું).

 • 7

  સ્વીકારવું; લેવું (ઉદા૰ ગીરો રાખવું; જમે રાખવું).

 • 8

  સંઘરવું.

 • 9

  ખરીદવું; કબજે લેવું.

 • 10

  ઉપયોગ માટે પાસે રહે એમ કરવું.

 • 11

  આડા સંબંધ માટે પોતાનું કરવું (પરસ્ત્રી કે પર-પુરુષને).

 • 12

  અન્ય ક્રિયાપદના (ભૂતકાળના) રૂપ સાથે સાતત્યનો અર્થ બતાવે (ઉદા૰ ઝાલી રાખવું; લખ્યે રાખવું).

 • 13

  પડ્યું મૂકવું; છોડવું.

 • 14

  ઊભું રાખવું; અટકાવવું.

 • 15

  જવા ન દેવું; જેમનું તેમ રહે એમ કરવું.