લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવ

વિશેષણ

 • 1

  થોડું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  અંશ.

 • 2

  નિમેષનો છઠ્ઠો ભાગ.

 • 3

  ચાંટ તથા થાપની વચ્ચેનો તબલાનો ભાગ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રામનો પુત્ર.

સ્ત્રીલિંગ

 • 1

  લવારો.

લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સ્વીકારવું.

 • 2

  પકડવું; ઝાલવું.

 • 3

  ભેળવવું; દાખલ કરવું. ઉદા૰ એ કામમાં એને ન લેશો.

 • 4

  ખાવું અથવા પીવું ઉદા૰ અત્યારે દૂધ લેશો કે ચા?.

 • 5

  માન્ય રાખવું; ટેકો આપવો (પક્ષ, ઉપરાણું).

 • 6

  ખરીદ કરવું. ઉદા૰ ઘોડો ક્યારે લીધો.

 • 7

  કિંમત લેવી. ઉદા૰ આ શાલનું શું લીધું?.

 • 8

  ધારણ કરવું. ઉદા૰ વેશ લેવો.

 • 9

  દાખવવું. ઉદા૰ શક લેવો.

 • 10

  દોરવું; તેડી જવું; લઈ જવું. ઉદા૰ છોકરાને સાથે લીધો.

 • 11

  ઝંટવવું; પડાવવું; વિનાનું કરવું (આબરૂ, વખત, જીવ, લાંચ).

 • 12

  ધમકાવવું; ઠપકો આપવો. ઉદા૰ તે આવ્યો કે તેને લીધો.

 • 13

  ઉપાડવું; સ્થળાંતર કરવું. ઉદા૰ ટેબલ પાસે લો.

 • 14

  બોલવું; ઉચ્ચારવું. ઉદા૰ તેનું નામ ન લેશો.

 • 15

  વહોરવું. ઉદા૰ નિસાસા લેવા; હાય લેવી.

 • 16

  નોંધવું; ઉતારી લેવું; તેમનું ઠેકાણું લઈ લો.

 • 17

  કાપવું; ઉતારવું (નખ, વાળ).

 • 18

  આપે કે કરે તેમ કરવું. ઉદા૰ કામ લેવું.

 • 19

  તપાસ કરી સમજવું (માપ, તાગ, શુદ્ધ; ખબર).

 • 20

  માગવું; પૂછવું (આજ્ઞા, પરવાનગી).

 • 21

  ઉપાડવું; રજૂ કરવું. ઉદા૰ વાંધો લેવો; તકરાર લેવી.

 • 22

  પૂર્વ શબ્દથી સૂચિત થતી ક્રિયા બતાવે. ઉદા૰ ઊંઘ લેવી; શ્વાસ લેવો.

 • 23

  બીજા ક્રિ૰ની સાથે આવતાં તે ક્રિયા પૂરી કરવી અથવા વહેલી પતાવવી એવો અર્થ બતાવે. ઉદા૰ ખાઈ લેવું.

મૂળ

प्रा. ले (सं. ला)