લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સંબંધ કે સ્પર્શ થવો.

 • 2

  સંબંધ કે સગાઈ હોવી.

 • 3

  લાગણી કે અસર થવી.

 • 4

  જણાવું; સમજાવું; અનુભવ થવો.

 • 5

  દેખાવું; ભાસવું.

 • 6

  ઇચ્છા-હાજત થવી (ભૂખ-તરસ).

 • 7

  મંડવું; વળગવું; બાઝવું મચ્યા રહેવું.

 • 8

  લાગુ થવું; શરૂ કરી દેવું. ઉદા૰ નોકરીએ-ધંધે કામે લાગ્યો છે.

 • 9

  લાગુ પડવું; બેસતું આવવું; અનુકૂળ નીવડવું (કૂંચી, કાયદાની કલમ; દવા).

 • 10

  લાગુ પડીને નડવું. ઉદા૰ ઉજાગરો લાગવો; પાણી લાગવું.

 • 11

  અથડાવું; ઝપટાવું; વાગવું.

 • 12

  મીંચાવું. ઉદા૰ હમણાં જ આંખ લાગી છે.

 • 13

  કિંમત પદવી; ખર્ચ થવું.

 • 14

  શરૂ કરીને જારી રહેવું. ઉદા૰ રડવા લાગ્યું.

મૂળ

सं. लग; સર૰ हिं. लगना; म. लागणें

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સળગવું.

લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાગવું

સ્ત્રીલિંગ

 • 1

  કે પુરુષનો ખરાબ સંબંધ બાંધવો.

 • 2

  બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા કરવામાં હાથ કે મદદ દેવાં અથવા તેમાં મંડવું એવો અર્થ બતાવે. ઉદા૰ કરવા લાગ; નાખવા લાગ.