લાંઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંઘવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લંઘવું; લાંઘો કરવો.

મૂળ

सं. लंघ

લાઘવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઘવ

નપુંસક લિંગ

 • 1

  લઘુતા; નાનાપણું; ટૂંકાણ.

 • 2

  ચપળતા; કુશળતા.

 • 3

  નાનમ; હલકાપણું; ઊતરતાપણું.

 • 4

  ક્ષુલ્લકપણું.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  તર્કનો એક ગુણ-થોડાથી ઘણાનો ખુલાસો થવો તે (તેથી ઊલટો ગૌરવદોષ છે).

મૂળ

सं.