વળું ની ગુજરાતીમાં વ્યાખ્યા
વળું
નપુંસક લિંગ
- 1
મંડળ; સમુદાય; પક્ષ.
- 2
ખોળી.
- 3
જમીનનું પડ.
- 4
પરસેવાનો ડાઘ; વળિયું.
- 5
વલણ.
- 6
શરીરનો બાંધો.
- 7
અસ્તર.
- 8
પાણીનાં જમીનમાં વહેતાં વહેણ.
- 9
મનનો તરંગ; વેળ.
મૂળ
'વળવું' ઉપરથી
વેળું ની ગુજરાતીમાં વ્યાખ્યા
વેળું
નપુંસક લિંગ
- 1
કાઠિયાવાડી સમય; વખત.
- 2
ફુરસદ; નવરાશ.
મૂળ
જુઓ વેળા
વેળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વેળુ
સ્ત્રીલિંગ
- 1
રેતી.
મૂળ
सं. वालुका જુઓ વેલુ
વળ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વળ
પુંલિંગ
- 1
આમળો; આંટો.
- 2
સંબંધ; વગ.
- 3
યુક્તિ; કરામત.
- 4
દાવ; લાગ.
- 5
અંટસ; કીનો.
- 6
મમતા; આગ્રહ.
- 7
કાઠિયાવાડી છાણાના થર ઉપર થર ગોઠવી ખડકેલી લાંબી હાર.
- 8જુઓ વેળ
- 9
માપ; કદ.
મૂળ
प्रा. वल (सं. वल्)
વેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વેળ
સ્ત્રીલિંગ
- 1
તાણ; આંકડી.
- 2
ગડગૂમડ કે ઘાના દર્દને લીધે સાંધાના મૂળમાં બાઝતી ગાંઠ.
- 3
[?] મનનો તરંગ; વળું.
વેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા
વેળ
સ્ત્રીલિંગ
- 1
વેળા; વખત.
- 2
વીળ; ભરતી.
મૂળ
सं. वेला