વાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા
વાદી
વિશેષણ
- 1
વદનાર; બોલનાર (સમાસને અંતે). ઉદા૰ સત્યવાદી.
- 2
[સમાસને છેડે] વાદમાં માનનારું. ઉદા૰ વેદાંતવાદી.
- 3
ગાવા વગાડવામાં જે સ્વરથી સપ્તક બાંધવામાં આવે છે તે (સ્વર) [સંગીત].
મૂળ
सं.
પુંલિંગ
- 1
રાગનો પ્રધાન સ્વર.
- 2
વાદ કરનાર.
- 3
ફરિયાદી.
- 4
મુરલી વગેરે વગાડીને (સાપ વગેરેનો) ખેલ કરનાર; મદારી.
મૂળ
सं.