વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વાંકું કરવું, નમાવવું.

 • 2

  વાળીને આકાર કરવો કે ગોઠવવું (જેમ કે, લાડુ, બીડી, ગેડ, અંબોડો, ઢગલો, પલાંઠી).

 • 3

  પાછું ફેરવવું (દેવું, ગાડું, મૂઠ, ઝેર, મન, જવાબ, ઉપકાર, બદલો).

 • 4

  કચરો કાઢવો. ઉદા૰ પૂંજો વાળવો; ઘર વાળવું.

 • 5

  ઉપર છાવરવું; ઢાંકવું. ઉદા૰ તેના ઉપર ધૂળ વાળ. છેડો વાળવો.

 • 6

  પાણી જવાનો રસ્તો કરવો, જેથી અમુક ઠેકાણે ન જતાં અમુક ઠેકાણે પહોંચે. ઉદા૰ ખેતરમાં પાણી વાળે છે.

 • 7

  આવેલી ક્રિયા કે પ્રસંગ પૂરાં કરવાં. ઉદા૰ વરસી વાળવી.

મૂળ

प्रा. वाल (सं. वालय्); સર૰ म. वाळणें