વિષમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષમ

વિશેષણ

 • 1

  (કદ, માપ, મેળ, ઇ૰ કોઈ રીતે) અસમાન; સરખું કે સમાંતર નહિ એવું (જેમ કે, ભૂમિતિમાં ખૂણો, બાજુઓ ઇ૰); ઓછુંવત્તું; ખાડાટેકરાવાળું; ઊંચુંનીચું.

 • 2

  અઘરું; મુશ્કેલ.

 • 3

  પ્રતિકૂળ; વિરુદ્ધ.

 • 4

  દારુણ; ભયાનક.

 • 5

  એકી (સંખ્યા).

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  એક અલંકાર, જેમાં કાર્યકારણ વચ્ચે અસાધારણ યા મેળ ન ખાય એવો સંબંધ હોય છે.