શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  (શ, ષ, સ, હ) ચાર ઊષ્માક્ષરોમાંનો પ્રથમ.

મૂળ

सं.

શું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શું

સર્વનામ​

 • 1

  વસ્તુવાચક પ્રશ્નાર્થ સર્વનામ. ઉદા૰ શું કહો છો? શું ખાધું? શું જોયું?.

 • 2

  બેપરવાઈ કે તુચ્છકાર બતાવવા પ્રશ્નાર્થમાં વપરાય છે. ઉદા૰ એ મારું શું ધોળવાનો હતો? તારાથી શું થાય તેમ છે?.

શું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શું

વિશેષણ

 • 1

  [શી વિ૰; સ્ત્રી૰, શો વિ૰; પું૰] કયું, કઈ જાતનું એ અર્થમાં સવાલ પૂછતાં વપરાય છે. ઉદા૰ તે શો પદાર્થ છે?.

 • 2

  આશ્ચર્યસૂચક. ઉદા૰ શો રોફ!.

 • 3

  પ્રશ્નાર્થસૂચક. ઉદા૰ 'શો વિચાર છે?', શી વાત છે?'.

 • 4

  કેટલાક પ્રયોગોમાં 'કંઈ' 'શુંય' જેવો અર્થ થાય છે. જેમ કે, શુંનું શું થઈ ગયું.

  જુઓ "શુંયપણ"

 • 5

  બંને અથવા બધા સરખા એવો ભાવ બતાવવા બે 'શું' વપરાય છે. ઉદા૰ શું મોટા, શું નાના.

 • 6

  સરખું; જેવું (નામને છેડે). ઉદા૰ તોબરાશું મોં.

શું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શું

અવ્યય

 • 1

  પ્રશ્નવાચક. ઉદા૰ 'તમે આવવાના છો શું?'.

 • 2

  પદ્યમાં વપરાતો સાથે; સહિત. ઉદા૰ 'રામનામશું તાળી લાગી'.

શે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શે

 • 1

  શા માટે; ક્યાં, જેમ કે, શે ગયા'તા? શે કારણે?.

મૂળ

સ૰ 'શુ'નું વિભક્તિ રૂપ બને તેમાં તેનો આદેશ

શેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેં

અવ્યય

 • 1

  શે કે શા કારણે; શાથી.

 • 2

  શા માટે (પ્રશ્નાર્થક).