શંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શંકા આણવી; શંકાવું.

મૂળ

सं. शक्

શકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શક્તિમાન થવું.

 • 2

  સંભવવું (મુખ્ય ક્રિ૰ને સહાયક રૂપે જ વપરાય છે. જેમ કે, બોલી શકશે.).

મૂળ

सं. शक्; સર૰ म. शकणें, हिं. सकना

શેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દેવતા ઉપર નાખી ચડાવવું કે ખરું કરવું.

 • 2

  ગરમ લૂગડા કે પાણી વગેરે દ્વારા ગરમી આપવી (શરીરના કોઈ ભાગને).

 • 3

  લાક્ષણિક બાળવું; દુઃખી કરવું.

મૂળ

સર૰ म. शेकणें, हिं. सेंकना