સડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડકો

પુંલિંગ

 • 1

  આંગળાંથી પ્રવાહી પદાર્થ મોંમાં લેતાં થતો અવાજ; સબડકો.

 • 2

  જોરથી વાયુ ખેંચતાં નાકમાં થતો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰; म. सडका

સૈડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈડકો

પુંલિંગ

 • 1

  સરડકો; નાક દ્વારા કે પ્રવાહી ખાતાંપીતાં શ્વાસ પાછો ખેંચવાથી થતો અવાજ (સૈડકો ભરવો).

 • 2

  સાલ્લાના છાતી ઉપરના પાલવનો જે છેડો સામી બાજુની કૂખમાં ખેંચીને ખોસાય છે તે.

મૂળ

રવાનુકારી; સર૰ म. सडका