સડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કોહી જવું.

 • 2

  લાક્ષણિક સાવ બગડવું; ભ્રષ્ટ થવું.

મૂળ

प्रा. सड (सं. शट् કે सद्)

સૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બદલો લેવો; વેર વાળવું.

મૂળ

प्रा. सूड (सं. भज्ज् કે सूद्)=ભાંગવું-વિનાશ કરવો (૨) મૂળમાંથી ખોદી નાખવું (૩) ઝૂડીને સાફ કરવું (૪) સર૰ म. सूड; (सं. शुध्)?

સૈડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સૈડણ પાથરીને તેને બાંધવું.

 • 2

  આંટી દઈ બે ચીજોને ભેગી બાંધવી.

મૂળ

જુઓ શીડવું