સત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત

વિશેષણ

 • 1

  (સમાસની શરૂઆતમાં 'સત્' રૂપે આવે, જેમ કે, સત્કર્મ) સાચું.

 • 2

  સારું.

 • 3

  અસ્તિત્વવાળું.

 • 4

  યથાર્થ.

મૂળ

सं. सत्

નપુંસક લિંગ

 • 1

  અસ્તિત્વ.

 • 2

  સાચાપણું.

 • 3

  સાર.

 • 4

  સતીત્વનો જુસ્સો.

સંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંત

વિશેષણ

 • 1

  સાધુ; પવિત્ર.

મૂળ

प्रा. (सं. शान्त કે सत्) સર૰ हिं.;म.

સંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંત

પુંલિંગ

 • 1

  સાધુ પુરુષ.

સતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતું

વિશેષણ

 • 1

  સાચું; સત્યમાર્ગે ચાલનારું.

 • 2

  સતવાળું.

 • 3

  હયાત; ચાલતું.

 • 4

  ન૰ સપ્તક (?).

  જુઓ સતાં

મૂળ

प्रा. सत्त (सं. सत्य ઉપરથી)

સતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતે

અવ્યય

 • 1

  +હોતાં; છતે.

સુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુત

પુંલિંગ

 • 1

  પુત્ર.

મૂળ

सं.

સૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂત

પુંલિંગ

 • 1

  સારથિ; રથ હાંકનાર.

 • 2

  ક્ષત્રિયથી બ્રાહ્મણીને પેટે થયેલો પુત્ર.

 • 3

  ચારણ; ભાટ–છડી પોકારનાર.

મૂળ

सं.

સૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂત

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વ્યાસનો એક શિષ્ય.

સેતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેતુ

પુંલિંગ

 • 1

  પુલ.

મૂળ

सं.