સમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાર

પુંલિંગ

 • 1

  સમારવું તે; સમારકામ.

 • 2

  ચાસમાં બી નાંખી તે ઢાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબું પાટિયું.

મૂળ

સમારવું પરથી; સર૰ म.

સુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમાર

પુંલિંગ

 • 1

  અડસટ્ટો.

મૂળ

જુઓ શુમાર; સર૰ म.

સુમારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમારે

અવ્યય

 • 1

  આશરે; લગભગ.