સંસ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કાર

પુંલિંગ

 • 1

  શુદ્ધ કરવું તે.

 • 2

  સુધારવું તે.

 • 3

  શણગારવું તે.

 • 4

  વાસનાઓ કે કર્મોની મન ઉપર પડતી છાપ.

 • 5

  શિક્ષણ, ઉપદેશ, સંગતિ વગેરેનો મન ઉપર પડેલો પ્રભાવ.

 • 6

  પૂર્વકર્મોનું ફળ; સંજોગ.

 • 7

  મરણ પાછળ કરવાની ક્રિયા.

 • 8

  દ્વિજોને જન્મથી મરણ સુધી કરવા પડતા આવશ્યક ૧૬ વિધિમાંનો દરેક (ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ, સ્વર્ગારોહણ).

 • 9

  શિક્ષણ; કેળવણી.

મૂળ

सं.