સાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટ

સ્ત્રીલિંગ

 • 1

  ચામડાની લાંબી ને પાતળી પટી.

 • 2

  કરોડ; બરડાનું હાડકું.

સાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટું

નપુંસક લિંગ

 • 1

  કરાર; બોલી; કબાલો.

 • 2

  મૂલ ઠેરવવું તે.

 • 3

  બહાનાની રકમ.

 • 4

  માલને બદલે માલ કે કન્યાને બદલે કન્યા આપવી તે.

 • 5

  બદલો; અવેજ (સાટું કરવું).

 • 6

  [સાટો પરથી?] એક મીઠાઈ (ઉ. ગુ.).

મૂળ

दे. सट्ट; સર૰ म. साटा

સાટે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટે

અવ્યય

 • 1

  બદલે; અવેજમાં.

મૂળ

સર૰ हिं.; જુઓ સાટું