સાંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંધ

સ્ત્રીલિંગ

 • 1

  સાંધો; જ્યાં બે વસ્તુઓ સાથે જોડાઈ કે સિવાઈ હોય તે ભાગ.

 • 2

  ફાટેલું કે તૂટેલું દુરસ્ત કરવા દીધેલું થીંગડું.

 • 3

  કાંતણ, વણાટમાં તાર સાંધવા તે (જેમ કે, નવી તાણી સાળ પર લેતાં).

મૂળ

સાંધવું પરથી; સર૰ हिं. सांधा, म. सांध, -धा

સાધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધુ

વિશેષણ

 • 1

  સારું; ઉત્તમ.

 • 2

  ધાર્મિક; ઈશ્વરભક્તિપરાયણ; સદાચરણી.

 • 3

  વ્યાકર​ણ
  શિષ્ટ; શુદ્ધ (શબ્દ, ભાષા).

 • 4

  (સમાસને અંતે) સાધનારું. ઉદા૰ સ્વાર્થસાધુ; લાગસાધુ.

મૂળ

सं.

સાધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધુ

પુંલિંગ

 • 1

  સાધુ પુરુષ.

 • 2

  ત્યાગી; બાવો; વેરાગી.

સાધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધુ

અવ્યય

 • 1

  શાબાશ ! ધન્ય !.