ગુજરાતી

માં સાધવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાધવું1સાંધવું2

સાધવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સિદ્ધ કરવું; પાર પાડવું.

  • 2

    સાબિત કરવું.

  • 3

    દેવ, મંત્ર વગેરે વશ થાય કે સિદ્ધ થાય તે માટે સાધના કરવી.

  • 4

    પોતાને અનુકૂલ કે વશ કરવું.

  • 5

    શબ્દનું સિદ્ધ રૂપ કયા ફેરફારોથી બન્યું તે બતાવવું.

  • 6

    (તક કે સંજોગોનો) લાભ ઉઠાવી લેવો; ઉપયોગ કરી લેવો.

મૂળ

सं. साध्

ગુજરાતી

માં સાધવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાધવું1સાંધવું2

સાંધવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સીવવું.

  • 2

    જોડવું.

  • 3

    સાંધો કરવો.

  • 4

    (વાસણને) રેણવું–થીંગડું દેવું.

મૂળ

सं. संधा, प्रा. संध; સર૰ हिं. सांधना, म. सांधणें