હાથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથો

પુંલિંગ

 • 1

  હથિયાર કે ઓજાર જ્યાંથી પકડાય તે ભાગ; મૂઠ કે દસ્તો.

 • 2

  સહાય; મદદ.

 • 3

  પક્ષ.

 • 4

  કંકુવાળા હાથની છાપ.

 • 5

  વેપારીઓ આંગળીઓની નિશાનીથી ભાવ ઠરાવવા પોતાનો હાથ કપડા નીચે ઢાંકીને આપે છે તે.

મૂળ

'હાથ' ઉપરથી